110માં તેજી, પ્રે માર્કેટમાં ધૂમ પ્રીમિયમથી રોકાણકારોને કમાણી ભારકર વ્યૂઝ અમઇવાદ ઇક્વિટીની સાથે પ્રાઇમરી માર્કટમાં પણ મજબૂત સ્થિતી જોવા મળી છે. અનેક કંપનીઓ માર્કેટમાં પ્રવેશવા કતારમાં છે. આગામીસપ્તાહે 5-6 કંપનીના આઇપીઓ આવી રહ્યાં છે. આઝાદ એજ્િ.નો આઈપીઓ 20 ડિસેના રોજ ખુલશે આઝાદ એન્જિનિયરિંગ લિમિટેડનો આઇપીઓ 20 ડિસે.ના રોજ ખુલશે અને 22 ડિસે.ના બંધ થશે. કંપનીએ રૂ. 2 પ્રત્યેકની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ રૂ. 499થી રૂ. 524 પ્રતિ ઈક્વિટી શેર પર પ્રાઇઝ બન્ડ નક્કી કરવામાં આવ્યો છે. બિડ ઓછામાં ઓછા 28 ઈક્વિટી શેર માટે અને ત્યારબાદ 28 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે. મોતીસંસ જ્વેલર્સનો ઇશ્યૂ 18 ડિસે., પ્રાઇસ બેન્ડ રૂ.52 થી 55 જયપુર સ્થિત હાઇપરલોકલ જ્વેલરી રિટેલ ચેઇન, મોતીસંસ જ્વેલર્સ તેના ગ્રાહકોને ડિઝાઇન, ઉચ્ચ ગુણવત્તા, પારદર્શિતા અને ગ્રાહક સેવા ઓફર કરવા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે, તેણે તેની મેડન ઈનિશિયલ પબ્લિક ઓફર માટે ઇક્વિટી શેર દીઠ રૂ. 52થી 55 નોપ્રાઇસ બેન્ડ નક્કી કર્યા છે. કંપનીનો આઇપીઓ 18 ડિસે.ના રોજ ખુલશે અને 20 ડિસે.ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 250 ઇક્વિટી શેર અને ત્યારબાદ 250 ઇક્વિટી શૈરના ગુણાંકમાં બિડ લગાવી શકે છે. સૂરજ એસ્ટેટ ડેવ.નો ઈશ્યૂ 18 ડિસે. ખુલશે, પ્રાઈસબેન્ડ 340-360 મુંબઈ સ્થિત રિઅલ્ટર સૂરજ એસ્ટેટ ડેવલપર્સ લિમિટેડે તેની ઇનિશિયલ પબ્લિક ઓફર માટે ઈક્વિટી શેર દીઠ રૂ. 340 થી 360 ના ભાવે પ્રાઇસ બન્ડ નક્કી કર્યું છે. ઈશ્યૂ 18 ડિસે.ના રોજ ખુલશે અને 20 ડિસ.ના બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 41 ઈક્વિટી શેર માટે અને ત્યારબાદ 41 છક્વિટી શેરના ગુણાંકમાં બીડ કરી શકે છે.