trend of IPO will also be seen in the new week

Monday 18th December, 2023

Article Details
  • View Image
  • View PDF
  • View Text

રઆાઈપીઓની બાગ ઝાર નબા સપ્તાહમાં પણ જોવા મળશે _ મુંબઈ, તા. ૧૭ : શૅરબજારની તેજીની રોકડી કરવા અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (એફપીઆઈ) ના નાતાલના વેંકશન પહેલાંનો લાભ લેવા માટે આઈપીઓ લાવવા માટે કંપનીઓએ દોટ મૂકી છે. આ સપ્તાહે છ જેટલી કંપનીઓ તેના પ્રારંભિક ભરણા લાવી છે. આવતા સપ્તાહમાં પણ આ દોર જળવાઈ રહેશે. અડધા ડઝનથી વધુ કંપનીઓ આવતા સપ્તાહમાં બજારમાં આવી રહી છે. આ આઈપીઓમાંથી એકત્ર કરાયેલી સંચિત રકમ આશરે ' રૂ. ૮૦૦૦ કરોડ જેટલી થવાની ધારણા છે. આઈપીઓ માટેનો આ ધસારો સામાન્‍ય ચૂંટણીના વર્ષ પહેલાના ડિસેમ્બર દરમિયાન જોવા મળેલી સ્થિતિને બદલશે. વર્ષ ર૦૦૮, ર૦૧૩ અને ર૦૧૮ના ડિસેમ્બરમાં કોઈ આઈપીઓ નહોતા આવ્યા. આઈપીઓ ટ્રેકર પ્રાઇમ ડેટાબેઝ દ્વારા રજૂ કરાયેલા ડેટા અનુસાર વર્ષ ૨૦૦૩માં બે કંપનીઓ તેના ભરણાં ડિસેમ્બરમાં લાવી હતી. પાંચ રાજ્યોમાં ચૂંટણીને કારણે રાજકીય અનિશ્ચિતતાને કારણે ડિસેમ્બર ર૦ર૩ના પહેલા પખવાડિયામાં કોઈ આઈપીઓ જોવા મળ્યા «ન હતા. જોકે, રાજ્યની ચૂંટણીનાં પરિણામો સાથે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીને પાંચમાંથી ત્રણ રાજ્યોમાં જીત મળી છે, એનલિસ્ટ્સ કહે છે કે રાજકીય દષ્ટિકોણ સાનુકૂળ બન્યું છે. મતદાનના પરિણામોએ રોકાણકારોને આવતા વર્ષે સામાનય ચૂટણીઓ પછી ત્તીતિ અને શાસનની સાતત્યની આશા આપી છે. તહેવારોને કારણે મૂડી એકત્ર કરવા માટે ડિસેમ્બર સામાન્‍ય રીતે સપટ મહિનો ગણાય છે. પરિણામે, કંપનીઓ આવતા સપ્તાહના અંત પહેલા તેમના શેરનું વેચાણ પૂર્ણ કરવા માટે ઉતાવળ કરી રહી છે, જેના પગલે વિદેશી પોર્ટફોલિયો રોકાણકાર (એફપીઆઈ) પ્રવાહ મધ્યમ થઈ શકે છે. એફપીઆઈએ ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં રૂ. ૩૧,૪૭૧ કરોડના શૅર ખરીધા છે. આવતા સપ્તાહે સોથી પહેલો આઈપીઓ મુથૂટ માઈક્રોફિનનો છે. ભરણું ૧૮-૨૦ ડિસેમ્બર સુધી ખુલ્લું રહેશે. પ્રાઈસ બેન્ડ શૅર દીઠ રૂ. રછ૭રૂ. ર૯૧ નક્કી કરાઈ છે. મુચૂટ પાપાચન ગ્રુપની પેટાકંપની મુથૂટ માઇક્રોફિન ગ્રામીણ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરીને મહિલા ગ્રાહકોને માઇક્રોલોન્સ પ્રદાન કરે છે. કંપની ભરણાં દ્વારા રૂ. ૯૬૦ કરોડ એકત્ર કરવા માગે છે, જેમાં રૂ. ૭૬૦ કરોડનો ફ્રેશ ઇશ્યુ અને રૂ. २०० કરોડની રકમના ૬૮,૭૨,૮૫૨ ઇક્વિટી શેરની ઓફર ફોર-સેલનો સમાવેશ છે. સૂરજ એસ્ટેટ ડેવલપર્સનો રૂ. ૪૦૦ કરોડનો ઈશ્યુ ૧૮-૨૦ ડિસેમ્બર દરમિયાન ખુલ્લો રહેશે. પ્રાઇસ બેન્ડ રૂ. ૩૪૦-૩૬૦ નકકી કરાઈ છે. ઈશ્યુમાં કંપની દ્વારા માત્ર ફ્રેશ ઈશ્યુનો સમાવેશ છે. આથી આઈપીઓ ખર્ચને બાદ કરતાં સમગ્ર નેટ ઇશ્યુની પ્રક્રિયા કંપનીને જશે. રોકાણકારો ૪૧ શૅર અને ત્યાર બાદ તેના ગુણાંકમાં બીડ કરી શકશે. ડેનિમ બ્રાન્ડ મુફ્તીની માલિકી ધરાવતી ક્રેડો બ્રાન્ડ્સ માર્કેટિંગ લિ.નું રૂ. ૫૫૦ કરોડનું જાહેર ભરણું ૧૯-૨૧ ડિસેમ્બર સુધી ખુલ્લું રહેશે. પ્રાઈસ બેન્ડ રૂ. ર૬૬-ર. ૨૮૦ પ્રતિ શૅર નક્કી કરાઈ છે, કંપનીનો ઈશ્યુ સંપૂર્ણપણે પ્રમોટર્સ અને અન્ય વર્તમાન શૅરધારડો દ્વારા ૧.૯૬ કરોડ સુધીના શૅરની ઓફર ફોર સેલ (ઓએફએસ) છે. રોકાણકારો ૫૩ શૅર અને ત્યાર બાદ તેના ગુણાંકમાં બીડ કરી શકશે. હેપ્પી ફો્જિંગ્સે તેના રૂ. ૧૦૦૯ કરોડના આઈપીઓ માટે શેર દીઠ રૂ. ૮૦૮-૮૫૦ની પ્રાઈસ બેન્ડ નક્કી કરી છે. ભરણું ૧૯-૨૧ ડિસેમ્બર ખુલ્લું રહેશે. રોકાણકારો લઘુતમ ૧૭ ઇક્વિટી શૅર અને ત્યારબાદ ૧૭ ઇક્વિટી ,શૅરના ગુણાંકમાં માટે બિડ કરી શકશે. ભરણાંમાં રૂ. ૪૦૦:કરોડ ફ્રેશ ઈશ્યુ અને ૭૧,૫૯,૯૨૦ ઈક્વિટી શૅરની આઓએફએસનો સમાવેશ છે. ભારતમાં કોમર્શિયલ વાહનો અને ઉચ્ચ હોર્સપાવર ઔઘોગિક ક્રેનકશાફટ માટે બીજા નંબરની સૌથી મોટી ઉત્પાદન ક્ષમતા સાથે કંપની સ્થાનિક કેન્કશાફ્ટ ઉત્પાદને ઉદ્યોગમાં અગ્રણી ખેલાડી તરીકે ઉભરી આવી છે. `