સૂરજએસ્ટેટનો આઈપીઓ પ્રથમ દિવસે ૭૦ ટકાથી વધારે ભરાયો પીટીઆઈ નવી દિલ્હી, તા.૧૮ સૂરજ એસ્ટેટ ડેવલપર્સનો આઈપીઓ (ઈનિશિયલ પબ્લિક ઓફરરિંગ) સોમવારે બિર્ડિંગની પ્રક્રિયાના પ્રથમ દિવસે ૭૦ ટકાથી વધુ સબસ્ક્રાઈબ થયો હતો. આ ઈશ્યૂ બુધવારના રોજ બંધ થશે. આઈપીઓમાં રૂપિયા ૪૦૦ કરોડ સુધીના ફ્રેશ ઈશ્યૂઅન્સનો સમાવેશ થાય છે. પબ્લિક ઓફરમાં ઓફરફોર-સેલ સેગમેન્ટ નથી. સૂરજ એસ્ટેટ મુબઈમાં રિયલ એસ્ટેટના બજારમાં ૩૬ વર્ષા કરતાં વધુ સમયથી હાજરી ધરાવે છે. તે દક્ષિણ મધ્ય મુંબઈમાં રહેણાંક અને કમર્શિયલ મિલકતોનું નિર્માણ કરી રહી છે. એન્નારોકના અહેવાલ પ્રમાણે, કંપની પુરવઠા (યુનિટ્સની સંખ્યામાંઝ ટોચના દસ ડેવલપરોમાં સ્થાન ધરાવે છે. મુંબઈ સ્થિત રિયલ્ટરે તેના આઈપીઓ માટે રૂપિયા ૩૪૦-૩૬૦ની પ્રાઈસ બેન્ડ નક્કી કરી છે અને રોકાણકારો એક લાટમાં ઓછામાં ઓછા ૪૧ શોરો માટે બિર્ડિંગ કરી શકે છે. ઈશ્યૂ બુક બિલ્ડીંગ પ્રક્રિયા થકી જારી કરવામાં આવ્યો છે, જેમાં ૫૦ ટકા યોગ્યતા ધરાવતા સંસ્થાકોય ખરીદકર્તાઓ માટે, ૧૫ ટકા બિન-સંસ્થાકીય બિડરો માટે તથા ૩૫ ટકા રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યો છે. ઉદ્લોખનીય છે કે, કંપનીએ નાણાંકીય વર્ષ ૨૦૨૩માં ૨૦.૯૮ ટકાના વધારા સાથે રૂપિયા ૩૨.૦૬ કરોડનો નફો નોધાવ્યો હતો, જ્યારે તેના આગલા વર્ષમાં તેનો નફો ३ પિયા ૨૬.૫૦ કરોડ રહ્યો હતો. મુખ્યત્વે લક્ઝરી ~~ ° ~ સેગમેન્ટમાં નવા પ્રોજેક્ટ્સ લોન્ચ કરવાને કારણે વેચાણમાં થયેલા વધારાને લીધે નાણાંકીય વર્ષ ૨૦૨૩ દરમિયાન તેની આવક ૧૨ ટકા વધીને રૂપિયા ૩૦૬ કરોડે પહોંચી હતી. આઈટીઆઈ કેપિટલ લિમિટેડ તથા આનંદ રાઠી એડવાઈઝર્સ લિમિટેડ ઈશ્યૂની બુક રનિંગ લીડ મેનેજર્સ છે.