બજારમાં એન્ટિ-કલાઈમેક્સ રોન્સેક્સ નવા રિખરમાં ૭૨,૦૦૦ નજીક જઈ ઉપલા મથાળેથી ૧૬૧૦ પોઇન્ટ ધરાશાયી થયો બન્ને બજારનાં તમામ સેક્ટોરલ રેડ ઝોનમાં, રોકડું અને બ્રૉડર માર્કેટ નવા શિખર બાદ ત્રણ-સાડાત્રણ ટકા ખરડાયું : માર્કેટ કૅપની રીતે રોકાણકારોની સંપતતિમાં ૮.૯૨ લાખકરોડ રૂપિયાનું ધોવાણ :ઓરિઅન પ્રોને બાદ કરતાં આઇટી ઇન્ડેક્સના પ૫ શૅર ડાઉન, કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૧૫૪૬ પોઇન્ટ કપાયો :ગ્રે માર્કેટમાં મોતીસન્સ, સૂરજ એસ્ટેટ, મુથૂટ, આઇનોક્સઇન્ડિયા ઇત્યાદિના પ્રીમિયમનાં ગાંબડાંપડ્યાં :અદાણીના તમામ ૧૧ શૅર બગડ્યા, સેન્સેક્સ ખાતે એક માત્ર એચડીએફસી બૅન્ક નજીવો પ્લસ, બાકી બધુંલાલથયું : મૉલ કૅપના ૯૪૫માંથી ૯૦૩,તો બ્રૉડર માર્કેટના ૫૦૧માંથી ૪૫૯ શૅર માઇનસમાં :માર્કેટ બ્રેડ્થમાં ભારે ખરાબી જોવા મળી 11111111111 || માર્કેટ ખા પ અનિલ પટેલ બુધવારે બજારમાં જબરો એન્ટિ-ક્લાઇમેક્સ જોવાયો. આગલા બંધથી ૨૧૧ પોઈન્ટની ગૅપમાં ઉપર, ૭૧,૬૪૮ નજીક ખૂલ્યા પછી ૭૨,૦૦૦ ભણી ઝડપી પ્રયાણમાં સેન્સેક્સ ૭૧,૯૧૩ના નવા શિખરે ગયો અને ત્યાંથી ૧૬૧૦ પોઇન્ટ લથડી ૭૦,૩૦૩ની અંદર જઈ છેવટે ૯૩૧ પોઇન્ટના ધોવાણમાં ૭૦,૫૦૬ બંધ થયો છે. નિફ્ટી ૨૧,૫૯૩ની સર્વોચ્ચ સપાટી નોંધાવી ૩૦૩ પોઇન્ટના ધબડકામાં ૨૧,૧૫૦ રહ્યો છે. સ્મોલ કૅપ, મિડ उप અને બ્રોડર માર્કેટ નવી વિક્રમી સપાટી સરે કરી ત્રણથી સાડાત્રણ ટકા તૂટ્યું છે. બન્ને બજારમાંથી એકેયમાં સમ ખાવા પૂરતાય એક પણ બેન્ચમાર્ક વધ્યો નથી. સેન્સેક્સ નિફ્ટીના ૧.૩થી ૧.૪ ટકાના ઘટાડા સામે નિફ્ટી મીડિયા ૫.૧ ટકા, પીએસયુ બેન્ક નિફ્ટી ચાર ટકા, નિફ્ટી મેટલ ૩.૮ ટકા, ટેલિકોમ ઇન્ડેક્સ ૪.૪ ટકા, પાવર ઇન્ડેક્સ ૪.૩ ટકા, યુટિલિટીઝ ૪.૭ ટકા, કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૨.૮ ટકા કે ૧૫૪૬ પોઇન્ટ, ઓટો ઇન્ડેક્સ ૨.૩ ટકા કે ૯૪૦ પોઈન્ટ, આઈટી ઇન્ડેક્સ ૧.૮ ટકા કે ૬૬૧ પોઇન્ટ, એનર્જી અને ઓઇલ-ગેસ ઇન્ડેક્સ સવાબે ટકા, હેલ્થકૅર બે ટકા, રિયલ્ટી અઢી ટકા સાફ થયા છે એક શેર વધ્યા સામે લગભગ દસેક શેર ગગડ્યા જેવી વર્સ્ટ માર્કેટ બ્રેડ્થમાં એનએસઈ ખાતે ૨૦૪ શૈર પ્લસ હતા, સામે ૧૯૩૩ જાતો ઘટીને બંધ થઈ છે. પ્રોવિઝનલ ફીગર પ્રમાણે બજારનું માર્કેટ કેપ ગઈ કાલે ૮.૯૨ લાખ કરોડના ધોવાણમાં હવે ૩૫૦.૨૦ લાખ કરોડની અંદર આવી ગયું છે. બજારે ઓવર બોઝ ઝોનમાં હતું એટલે ટેક્નિકલ કરેક્શન લગભગ નકકી મનાતું હતું. પરંતુ એ આવી રીતે આવશે એવી ધારણા બહુ ઓછી હતી. સેન્સેક્સ ૭૦,૦૦૦ અને નિફ્ટી ૨૧,૦૦૦ની ઓર્બિટમાં પ્રવેશી ચૂક્યા છે. બેઝ મોટો બની ગયો છે. દોઢેક ટકાની નરમાઈ પણ પોઇન્ટની રીતે ચાર આંકડાના ધોવાણમાં પરિણમી શકે છે એટલે બહુ હેબતાઈ જવાની જરૂર નથી. ૨૩ ઓક્ટોબર પછીના લગભગ બે માસમાંનો આ સૌથી મોટો એકદિવસીય કડાકો રાબેતા મુજબનું ટેક્નિકલ કરેક્શન કે પ્રોફિટ બુકિંગનું પરિણામ લાગે છે. શક્ય છે કે બજાર હજી બીજા ત્રણ-ચાર હજાર પોઇન્ટ ઘટે, પરંતુ આ ઘટાડો આગળ ઉપર મોટી છલાંગ મારવાની તૈયારીનો જ એક ભાગ હશે. ગઈ કાલે ચાઇના એક ટકો અને સિંગાપોર સાધારણ નરમ હતું. અન્ય અગ્રણી એશિયન બજારો સુધારામાં હતાં. સાઉથ કોરિયા પોણાબે ટકા, જપાન ૧.૪ ટકા, હૉન્ગકોન્ગ ૦.૭ ટકા, ઇન્ડોનેશિયા અડધા ટકા નજીક, તાઇવાન અને થાઇલેન્ડ સાધારણ વધ્યાં છે. યુરોપ રનિંગમાં નહીંવત વધ-ઘટે ફ્લેટ હતું. લંડન બજારે અડધા ટકાથી વધુ ઉપર દેખાયું છે. બ્રેન્ટ ફૂડ સુધારાની ચાલમાં ૮૦ ડૉલર નજીક જઈ રહ્યા છે. આગલા દિવસના ૨૪૦૦ પોઇન્ટથી વધુના ધબડકામાં ૬૨,૮૩૩ બંધ રહેલું પાકિસ્તાની શૅરબજાર ગઈ કાલે નીચામાં ૬૧,૦૮૨ થઈ છેવટે ૨૫૭ પોઇન્ટના ઘટાડ ૬૨,૫૭૬ બંધ રહ્યો છે. નિફ્ટીમાં અદાણીના શૅર ટૉપ લૂઝર, ળેસ્લે નવા શિખરે જઈને નરમ ઔલરાઉન્ડ વેચવાલીમાં બુધવારે સેન્સેક્સના ૩૦માંથી ૨૯ અને નિફ્ટીના ૫૦માંથી ૪૬ શૈર સાફ થયા છે. સેન્સેક્સમાં અક માત્ર એચડીએફસી બૅન્ક ત્રણેક રૂપિયાના પરચૂરણ સુધારે ૧૬૫૬ બંધ હતો. નિફ્ટીમાં ઓએનજીસી દોઢ ટકો, તાતા કન્ઝ્યુમર એક ટકો અને બ્રિટાનિયા ૦.૯ ટકા પ્લસ હતા. તાતા સ્ટીલ સવાચાર ટકા તૂટી ૧૩૦ નીચેના બંધમાં સેન્સેક્સમાં ટોપ લૂઝર બન્યો છે. અનટીપીસી પોણાચાર ટકા, એચસીએલ ટેક્નો અને તાતા મોટર્સ સવાત્રણ ટકા, મહિન્દ્ર તથા સ્ટેટ બેન્ક ત્રણ ટકા, પાવર ગ્રિડ અને ટેક મહિન્દ્ર પોણાત્રણેક ટકા, લાર્સન સવાબે ટકા, જેએસડબ્લયુ સ્ટીલ બે ટકા ડાઉન હતા. રિલાયન્સ સવા ટકો બગડી ૫૨૭ના બંધમાં બજારને ૯૪ પોઇન્ટ નડ્યો છે. નિફ્ટીમાં અદાણી પોર્ટ્સ છ ટકા અને અદાણી એન્ટર પ.૪ ટકા કે ૧૫૭ રૂપિયા ખરડાઈ વર્સ્ટ પકાર્મર બન્યા છે. ગ્રુપના અન્ય શૈરમાં અદાણી પાવર પાંચ ટકા, અદાણી ટ્રાન્સમિશન ૭.૨ ટકા, અદાણી ગ્રીન પ.ર ટકા, અદાણી ટોટલ ૬.૪ ટકા, અદાણી વિલ્મર પોણાપાંચ ટકા નજીક, એસીસી સાડાપાંચ ટકા, અંબુજા સિમેન્ટ્સ ૬ ટકા, સાંધી ઇન્ડ. પાંચેક ટકા, એનડીટીવી સાડાછ ટકા લથડયા છે. મોનાર્ક નેટવર્થ પ.ર ટકા અને ક્વિન્ટ ડિજિટલ ૩.૭ ટકા ડૂલ થયા હતા. નિફ્ટીમાં યુપીએલ ૪.૪ ટકા, કોલ ઇન્ડિયા ચારે ટકા, એચડીએફસી લાઇફ સવાત્રણ ટકા, આઇશર ૩.૨ ટકા, હિન્દાલકો ત્રણેક ટકા, ડિવીઝ લેબ અને અપોલો હોસ્પિટલ્સ પોણાત્રણ ટકા, ગ્રાસિમ અઢી ટકા, ભારત પેટ્રો સવાબે ટકા, બજાજ ફાઇ, ભારતી એરટેલ તથા બજાજ ફીનસ્વ પોણાબે ટકા નજીક ડાઉન હતા. પતંજલિ ફૂડ્સ ૪.૩ ટકાની ખરાબીમાં ૧૫૩૧ થયો છે. વિજયા ડાયગ્નોસ્ટિક્સ વોલ્યુમ સાથે ૭.૪ ટકાના ઉછાળે ૬૭૫ નજીક બંધ આપી "એ' ગ્રુપમાં ઝળક્યો છે. ઈન્ડિયા બુલ્સ હાઉસિંગ ૧૧ ટકા તથા ઇન્ડિયા બુલ્સ રિયલ્ટી સવાદસ ટકાના કડાકામાં અત્રે ટોપ લૂઝર બન્યા છે. રિલાયન્સ ઇન્ફા નવ ટકાના અંધારપટમાં ૧૯૧ નીચે ગયો છે. રિલાયન્સ પાવર પોણાદસ ટકા કપાયો છે. નેસ્લે નવી ટોચે ૨૫,૭૬૬ થઈ ૧.૪ ટકાની નરમાઈમાં ૨૫,૧૨૨ બંધ હતો. પ ક બૅન્કિંગના 3૯માંથી 36 શંર તથા આઇટીના ૫૬માંથી પ૫ શેર ડાઉન બેન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શેરની ખરાબીમાં ૦.૯ ટકા કે ૪૨૫ પૉઇન્ટ બગડ્યો છે. પીએસયુ બેન્ક નિફ્ટી ૫૮૧૧ની સર્વોચ્ચ સપાટી બાદ ચારે ટકા લથડી ૫૫૩૩ રહ્યો છે. અત્રે ૧૨માંથી ૧૨ શેર ડાઉન હતા. બેન્કિંગના ૩૯માંથી માત્ર ૨ શેર વધ્યા છે. એયુ બેન્ક ૭૭૨ની ઈન્ટ્રા-ડે ટોચે જઈ ૩.૯ ટકા વધી ૭૬૦ હતી. એચડીએફસી બૅન્ક નહીંવત સુધારે ૧૬૫૬ રહી છે. સ્ટેટ બેન્ક ૬૬૦ની ઓલટાઇમ હાઈ બાદ ત્રણ ટકા ગગડી ૬૩૬ થઈ છે. આઇસીઆઇસીઆઇ બેન્ક ૦.૯ ટકા, એક્સિસ બેન્ક પોણો ટકા, કોટક બેન્ક સવા ટકો નરમ હતા. સામે ઉત્કર્ષ બેન્ક, સૂર્યોદય બેન્ક, ઇસફ બેન્ક, ઉજજીવન બેન્ક, યસ બેન્ક, ધનલક્ષ્મી બેન્ક, સાઉથ ઇન્ડિયન બેન્ક, જેકે બેન્ક, ડીસીબી બૅન્ક, આરબીએલ બૅન્ક, કરૂર વૈશ્ય બેન્ક, સેન્ટ્રલ બેન્ક, આઇઓબી, પંજાબ સિંધ બૅન્ક, યુકો બેન્ક, બૅન્ક ઓફ મહારાષ્ટ્ર, પંજાબ નેશનલ બેન્ક, બૅન્ક ઓફ ઇન્ડિયા, યુનિયન બેન્ક, કેનેરા બેન્ક જવા કાઉન્ટર ચારથી પોણાઆઠ ટકા ધોવાયાં છે. ફાઇનેન્સ ઇન્ડેક્સ ૧૪૧માંથી ૧૩૬ શૈરની બુરાઈમાં દોઢ ટકા ઘટી ૧૦,૨૭૯ બંધ થતાં પહેલાં ઇન્ટ્રા-ડેમાં ૧૦,૫૦૮ની ઓલટાઇમ હાઈમાં ગયો હતો. અત્રે ઈન્ડિયા બુલ્સ હાઉસિંગ ૧૧ ટકા, પીટીસી ઇન્ડિયા ફાઈ. સર્વિસિસ ૧૦ ટકા, અરહિંત કેપિટલ ૧૦.૧ ટકા, સેન્ટ્રમ કેપિટલ ૮.૮ ટકા, આઇએઅફસીઆઈ ૮.૫ ટકા, આઈઆરએફસી ૭.૭ ટકા, ધાની સર્વિસિસ ૭.૨ ટકા, આરઈસી ૭.૧ ટકા, આઇઆઇએફએલ ૬.૮ ટકા, બુડકો ૭.૩ ટકા, પાવર ફાઇનેન્સ કોર્પો. ૬.૮ ટકા, જેએમ ફાઇ. ૬.૬ ટકા ડૂલ થયા છે. પેટીએમ સવા ટકો ઘટી ૬૧૪ હતો. એલઆઇસી સવાચાર ટકા ખરડાઈ ૭૬૦ રહ્યો છે. એમસીએક્સ અઢી ટકા નરમ હતો. આઈટી ઇન્ડેક્સ પદ્દમાંથી પપ શેરની ખરાબીમાં ૧.૮ ટકા કે ૬૬૧ પોઇન્ટ બગડ્યો છે. ઈનફી ૧.૪ ટકા, ટીસીએસ ૦.૮ ટકા, એચસીએલ ટેક્નો ૩.૨ ટકા, ટેક મહિન્દ્ર ૨.૭ ટકા, વિપ્રો દોઢ ટકા, લાટિમ ૧.૨ ટકા, તાતા એલેક્સી ૩.૪ ટકા, કોફોર્જ ૩.૭ ટકા ડાઉન હતા. સાઇડ કાઉન્ટર્સમાં સુબેક્સ ૮.૭ ટકા, કેસેન્ડા ૮.૨ ટકા, મોસ્ચીપ ૭.૩ ટકા, વકરાંગી ૭.૪ ટકા, ક્વિકહીલ ૩.૫ ટકા, જનેસિસ ૬.૨ ટકા, સિગ્નેટી ૫.૭ ટકા, સાસ્કેન ૬.૧ ટકા, ડેટા મેટિક્સ ૬.૧ ટકા સાફ થયા છે. ૬૩ મૂન્્સ ખરાબી આગળ ધપાવતાં એક વધુ નીચલી સર્કિટે પાંચ ટકા તૂટી ૪૪૭ નીચે આવી ગયો છે. અત્રે એક માત્ર ઓરિઅન પ્રો અડધો ટકો સુધરી ૨૦૪૯ બંધ થયો હતો. ઇન્ડિયા શેલ્ટરનું નબળું લિસ્ટિંગ, ડોમ્સમાં ૫૪૧નો લિસ્ટિંગ ગેઇન વલસાડના ઉમરગાંવની ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શેરદીઠ ૭૯૦ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટમાં ૫૧૦ના પ્રીમિયમ સાથે ગઈ કાલે ૧૪૦૦ ખૂલી ઉપરમાં ૧૪૩૪ તથા નીચામાં ૧૩૦૨ થઈ અંતે ૧૩૩૧ બંધ થતાં ६८.५ 2५ કે ૫૪૧ રૂપિયાનો લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. સામે ઇન્તિયા શેલ્ટર પના શેરદીઠ ૪૯૩ની ઈશ્યુ પ્રાઇસ સામે ૬૧૩ નજીક ખૂલી ઉપરમાં ૬૨૪ અને નીચામાં ૫૩૧ બતાવી ૫૪૩ બંધ રહેતાં અર્હીં ૧૦.૨ ટકા કે ૫૦ રૂપિયાનો લિસ્ટિંગ ગેઈન મળ્યો છે. અહીં આગલા દિવસે ગ્રે માર્કેટમાં ૧૫૭નું પ્રીમિયમ બોલાતું હતું. એ જોતાં લિસ્ટિંગ નબળું કહી શકાય. આઇનોક્સ ઇન્ડિયાનો બેના શેરદીઠ ૬૬૦ની ઈશ્યુ પ્રાઇસવાળો આઇપીઓ ગુરુવારે લિસ્ટિંગમાં જવાનો છે. ગ્રે માર્કેટમાં હાલ ૪૭૦ જેવું પ્રીમિયમ છે. આ ઉપરાંત બેન્ચમાર્ક કમ્ય્યુટસ, સિયારામ રિસાઇકલિંગ અને શ્રી ઔઓએસએફએમ મોબિલીટીના એસઅમઈ ઇશ્યુ પણ આજે લિસ્ટેડ થવા સંભવ છે. બેન્ચમાર્કમાં ર૫ અને સિયારામમાં રૂપના પ્રીમિયમ બોલાય છે. મોતીસન્સ જ્વેલર્સનો ૧૦ના શેરદીઠ પપના ભાવનો ૧૫૧ કરોડનો ઇશ્યુ બુધવારે છેલ્લા દિવસે કુલ ૧૭૩ ગણો, સૂરજ અસ્ટેટનો પના શેરદીઠ ૩૬૦ની ઇશ્યુ પ્રાઇસવાળો ૪૦૦ કરોડનો ઇશ્યુ કુલ ૧૬.૫ ગણો અને મુથૂટ માઈક્રોફીનનો ૧૦ના શેરદીઠ ૨૯૧ના ભાવનો ૯૬૦ કરોડનો આઇપીઓ કુલ ૧૨.૩ ગણો ભરાઈને પૂરો થયો છે. મોતીસન્્સમાં પ્રીમિયમ ઘટીને ૭૨ જવું, મુથૂટમાં ગગડીને ૧૫ તથા સૂરજ એસ્ટેટમાં રપના લેવલે છે. આરબીઝેડ જ્વેલર્સનો ૧૦ના શેરદીઠ ૧૦૦ના ભાવનો ૧૦૦ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે ફુલ ૭.૨ ગણો ભરાયો છે. ગ્રે માર્કેટ ખાતે પના ભાવથી પ્રીમિયમ છે. હેપી ફોરજિંગ્સનો બના શૈરદીઠ ૮૫૦ના ભાવનો ૧૦૦૮ કરોડ પલસનો ઇશ્યુ અત્યાર સુધીમાં કુલ ૭.૬ ગણો ભરાયો છે. પ્રીમિયમ ૪૩૫ જવું ચાલે છે. મુકતી મેન્સવેરે ફેમ કીડો બ્રૅન્ડ્સનો બેના શેરદીઠ ૨૮૦ના ભાવનો ૫૫૦ કરોડનો ઇશ્યુ કુલ ૭ ગણો ભરાયો છે. પ્રીમિયમ ૧૩૫નું છે. આ ત્રણેય ભરણાં ગુરુવારે બંધ થવાનાં છે.