Stock market recovery continued with two-sided volatility, all sectors except banking-finance in positive zone

Saturday 23rd December, 2023

Article Details
  • View Image
  • View PDF
  • View Text

ગ V ° મ જ બેતરફી વધ-ઘટ સાથે રોરબજારમાં સધારો આગળ વધ્યો, બેન્કિંગ-ફાઇનેન્સ સિવાય તમામ ઝટિવઝોનમાં આઇટી ઇન્ડેક્સ ૬૦૮ પોઇન્ટ ઊંચકાયો, એક્સિસકેડ્સ૧૦ ટકા અને ૬૩ મૂન્સપ ટકાની ઉ પેયાની તેજી સાથે નવી ટૉપ, એમઆરએફ ૧૯૮૯ રૂપિયા મજબૂત : ઇન્વેસ્ટમેન્ટ કે હોલ્ડિંગ કંપનીઓના શૅર લાઇમલાદ ચા :રીસ્ટ્રક્યરિંગની યોજનામાં ઓલકાર્ગોલોજિ. ઊછળ્યો અને ઓલકાર્ગોગતિ બગડ્યો, આઇઆઇએફએલ નરમાઈની :મપબ્લિક હોલ્ડિંગના નિયમમાં રાહત મળતાં એલઆઇસી ૧૯ માસની ઊંચી સપાટીએ ગયો :બૅન્કિંગના ૩૯માંથી ૨૦ શૅર માઢખત્તના પાડા વાસણ ત્વખ્તતર્તાખફટીમાં ઇ સપ્તાહની આગેકૂચ અટકી ક માર્કેટ મૂડ અનિલ પટેલ સોમવારે નાતાલ નિમિત્તે રજા છે. એટલે બજાર ત્રણ દિવસના મિની વેકેશનમાં જવાનું છે. એશિયા, યુરોપનાં શેરબજારો તો ક્રિસમસની લાંબી રજામાં જવાનાં છે. સેન્સેક્સ શુકવારે આગલા બંધથી ૧૮૦ પોઇન્ટ ઉપર ૭૧,૦૪૫ ખૂલી છેવટે ર૪ર પોઇન્ટની આગેકૃચમાં ૭૧,૧૦૭ તથા તતિફ્ટી ૯૪ પોઇન્ટ વધીને ૨૧,૩૪૯ બંધ રહ્યો છે. પોઝિટિવ ઝોનમાં ખૂલ્યા પછી બજાર બેતરફી વધઘટમાં નીચામાં ૭૦,૭૧૩ અને ઉપરમાં ૭૧,૨૫૯ થયું હતું. બે ન્કિંગ તેમ,જ ફાઈનેન્સના અડધા-પોણા ટકાના ઘટાડાને બાદ કરતાં તમામ સેક્ટોરલ વધીને બંધ થયાં છે. આઇટી ઇન્ડેક્સ ૧.૯ ટકા કે ૬૭૮ પોઇન્ટ ઊંચકાયો હતો. રિયલ્ટી ઇન્ટેક્સ અઢી ટકા, ટેક્નોલોજી બેન્ચમાર્ક પોણા બે ટકા, મેટલ ઇન્ડેક્સ બે ટકા નજીક, ઓટો ઇન્ડેક્સ ૧.૪ ટકા મજબૂત હતા. કૅપિટલ ગુડ્સ, ઓઇલ ગેસ, કન્ઝ્યુમર ડયુરેબલ્સ, હેલ્થકેર, એનર્જી જેવાં સેક્ટોરલ એક-સવા ટકો પ્લસ હતાં. રોકડું અને બ્રોડર માર્કેટ પણ બ્રોડબેઝડ્‌ સાથે અડધાથી એક ટકો વધ્યું છે. બજારમાં સુધારાનો વ્યાપ વિસ્તૃત હોવાથી માર્કેટ બ્રેડ્થ ખાસ્સી સ્ટ્રોન્ગ હતી. એનએસઈમાં ૧૪૪૫ શેર વધ્યા હતા સામે ૬૬૦ જાતો નરમ હતી. વીકલી ધોરણે સેન્સેક્સ, નિફ્ટી અડધા ટકાની આસપાસ ઘટયાં છે. એના પગલે બજારની સાત સપ્તાહની આગેકૂચને આ વેળા બ્રેક લાગી છે. એશિયા ખાતે હોન્ગકોન્ગ પોણાબે ટકા બગડ્યું હતું. સાઉથ કોરિયા તથા ચાઇના નજીવા નરમ હતા. સામે સિંગાપોર પોણા ટકાથી વધુ અને અન્ય એશિયન બજાર સામાન્‍ય સુધર્યા હતાં. યુરોપ રનિંગમાં ફ્લેટ રહ્યાં છે. તાજેતરમાં લિસ્ટેડ જાતોમાં આઇનોક્સ ઇન્ડિયા ત્રણ ટકા ગગડીને ૯૧૦, ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ સાડાત્રણ ટકા ખરડાઈ ૧૩૦૫ તો ઈન્ડિયા શેલ્ટર પોણાત્રણ ટકાની ખરાબીમાં ૫૫૦ બંધ થયો છે. મંગળવારે મોતીસન્‍સ, મુઘૂટ માઇક્રોફિન, સૂરજ એસ્ટેટ તથા સહારા મેરી ટાઇમનું લિસ્ટિંગ થવાનું છે. મુથૂટમાં ૩૦ રૂપિયા, મોતીસન્‍સમાં ૮૦ રૂપિયા તથા સૂરજ એસ્ટેટમાં ૨૫ રૂપિયાનું પ્રીમિયમ ગ્રે માર્કેટમાં ચાલે છે. બજારનું માર્કેટકેપ ગઈ કાલે ૨.૫૯ લાખ કરોડ જેવું વધીને ૩૫૬.૭૯ લાખ કરોડ રૂપિયાની નજીક આવી ગયું છે. વિપ્રો વૉલ્યુમ સાથે નવા શિખરે, સ્ટેટ બેન્ક અને ગ્રાસિમ નરમાઈમાં સેન્સેક્સના ૩૦માંથી ૨૨ તો નિફ્ટીના ૫૦માંથી ૩૮ શૈર ગઈ કાલે વધ્યા છે. વિપ્રો પાંચ ગણા વૉલ્યુમે ૪૬૬ ની ટોચે જઈને સાડાછ ટકાની તેજીમાં ૪૬૩ નજીક બંધ આપી બન્ને બજારમાં મોખરે હતો. એચસીએલ ટેક્નો. પોણાત્રણ ટકા, તાતા મોટર્સ સવાબે ટકા, મારુતિ સુસૂકી બે ટકા, ટેક મહિન્દ્ર બે ટકા નજીક, તાતા સ્ટીલ ૧.૯ ટકા, ઇન્ફોસિસ ૧.૭ ટકા, જેએસડબ્યુ સ્ટીલ દોઢ ટકો, લાર્સન દોઢ ટકો, એશિયન પેઇન્ટસ તથા ટાઈટન સવા ટકા આસપાસ, ભારતી ૧.૧ ટકો, નેસ્લે એક ટકો હિન્દાો અઢી ટકા, હીરો મોટોકોર્પ સવાબે ટકા, કોલ ઈન્ડિયા २.२ ટકા, બજાજ ઓટો બે ટકા, બ્રિટાનિયા બે ટકા, લાટિમ ૧.૯ ટકા, ડિવીઝ લેબ પોણાબે ટકા, તાતા કન્ઝ્યુમર ૧.૪ ટકા, ડૉ. રેડીઝ લેબ ૧.૩ ટકા, આઇશર અને અપોલો હોસ્પિટલ્સ નામપૂરતો સુધરી ૨૫૬૫ નજીક ગયો છે. સ્ટેટ બેન્ક ૧.૧ ટકા ઘટી ૬૩૯ના બંધમાં સેન્સેક્સ ખાતે તો ગ્રાસિમ ૧.૯ ટકા બગડી ૨૦૪૯ના બંધમાં નિફ્ટીમાં વરસ્ટ પરફોર્મર બન્યો છે. બજાજ ફાઇનેન્સ તથા આઇસીઆઇસીઆઇ બેન્ક એક એક ટકો, એચડીએફસી બેન્ક એક ટકા નજીક, એક્સિસ બેન્ક પોણા ટકા «જીક, ઇન્ડ્સઇન્ડ બેન્ક અડધો ટકો, એચડીએફસી લાઇફ અને એસબીઆઈ લાઇફ ૦.૭ ટકા, ભારત પેટ્રો અડધા ટકાથી વધુ નરમ રહ્યા છે. અદાણી પોર્ટ્સ પોણો ટકો, અ દાણી ગ્રીન એક ટકા નજીક, અદાણી ટોટલ દોઢ ટકો, અદાણી વિલ્મર ચારેક ટકા, સાંધી ઇન્ડ. અડધો ટકો, એનડીટીવી એક ટકા નજીક વધીને બંધ હતા. એસીસી પોણો ટકો ઘટયો છે. ગ્રુપના અન્ય શેર નહીંવત્‌ વધઘટે બંધ હતા. મોનાર્ક નેટવર્થ સવા ટકો અને ક્વિન્ટ ડિજિટલ સવાબે ટકા અપ હતા. એ-ગરુપ ખાતે એસ્ટ્રાઝેનેકા ૬૪૮ રૂપિયા કે ૧૩.૭ ટકા, જેબી કેમિકલ્સ સવાનવ ટકા કે ૧૩૮ રૂપિયા તથા કેપ્લિન પોઈન્ટ ૧૧૫ રૂપિયા કે ૮.૯ી તેજી સાથે નવા શિખરે બંધ રહી ટોપ ગેઇનર બન્યા છે. કેસ્ટ્રોલ ઇન્ડિયા ૧૬૭ના બેસ્ટે લેવલે જઈને સવાસાત ટકા ઊંચકાઈ ૧૬૨ વટાવી ગયો છે. વરુણ બેવરેજિસ સવા ચાર ટકાના ઘટાડે ૧૨૩૭ થયો છે. હેલ્થકેર ફાર્મા ઇન્ડેક્સ વિક્રમી સપાટીએ, એસ્ટ્રાઝેનેકા તેજીમાં હેલ્થકેર ઇન્ડેક્સ ૯૪માંથી ૭૦ શેરના જોરમાં ૩૦,૮૪૮ની વિક્રમી સપાટી બનાવી સવા ટકો વધી ૩૦,૭૪૮ થયો છે. નિફ્ટી ફાર્મા પણ ૧૬,૫૦૦ના બેસ્ટ લેવલે જઈ એક ટકો વધી ૧૬,૩૯૪ રહ્યો છે. મલ્ટિ નેશનલ એસ્ટ્રાઝેનેકા બાર ગણા વોલ્યુમે ૫ ૫૦૦ની નવી ટોચે જઈને ૧૩.૭ ટકા કે ૬૪૮ની તેજીમાં ૫૩૮૦ બંધ આપી અત્રે મોખરે હતો. જેબી કેમિકલ્સ ૧૬૩૧ની નવી ઊંચી સપાટી નોંધાવી ૯.૩ ટકા કે ૧૩૮ના ઉછાળે ૧૬૨૫ થયો છે. કામકાજ ૯ ગણાં હતાં. સુપ્રિયા લાઇફ આઠ ટકા, પિરામલ ફાર્મા નવ ટકા, કેપ્લિન પોઇન્ટ ૮.૯ ટકા, સ્ટ્રાઇડ ફાર્મા ૫.૬ ટકા, સુવેન ફાર્મા ૬.૮ ટકા, અમી ઓર્ગેનિક્સ ૪.૭ ટકા મજબૂત હતા. લોરસ લેબ ૪.૬ ટકા ઊંચકાઈ ૪૧૫ થયો છે. સનફાર્મા, ડૉ. રેડીઝ લેબ, ડિવીઝ લેબ, સિપ્લા, અપોલો હોસ્પિટલ્સ, ગ્લેન્ડ ફાર્મા, મેદાત્તા, જ્યુબિલન્ટ ફાર્મોવા, અજન્ટા ફાર્મા, થાયરોકેર, ઇત્યાદિ જેવા ચલણી શૈર પણ ડિમાન્ડમાં હતા. અરબિંદો ફાર્મા, પેનેસિયા બાયો, ટાર્સન્સ પ્રોડક્ટસ, આરતી ડ્રગ્સ, આરપીજી લાઇફ અઢી ટકા સુધી ઘટયા છે. ઓટો ઇન્ડેક્સ ૧૬માંથી ૧૩ શેરના સથવારે ૧.૪ ટકા કે ૫૪૮ પોઇન્ટ વધ્યો છે. તાતા મોટર્સ ર.ર ટકા, હીરો મોટોકોર્પ ર.ર ટકા, બજાજ ઓટો ૧.૯ ટકા, મારૃતિ સૂઝુકી બે ટકા કે ૨૦૧ રૂપિયા, એમઆરએફ ૧.૭ ટકા કે ૧૯૮૯ રૂપિયા, ટીવીએસ મોટર્સ સવા ટકા, અશોક લેલેન્ડ દોઢ ટકા, આઇશર એક ટકા પ્લસ થયા છે. અપોલો ટાયર્સ ૦.૭ ટકા ઘટી ૪૨૭ હતો. સ્કૂટ્સ ઇન્ડિયા પ ટકાની તેજીમાં ૬૫ નજીક પહોંચી છે. ઓટો કૉમ્પોનન્ટ્સ સેગમેન્ટમાં ૮૬ શેર પ્લસ તો ૩૦ જાતો રમ હતી. મશીનો પાસ્ટ ૨૭૧ની ટોચે જઈને પોણા૧૪ ટકાના ઉછાળે ર૫૭ બંધ થઈ છે. રાણે એન્જિન ૧૦ ટકા, સર્દા મોટર્સ સવાઆઠ ટકા, બાન્કો ઈન્ડિયા ૬.૭ ટકા, રાણે મદ્રાસ ૮.૮ ટકા, યુનિવર્સલ ઓટો ૫.૭ ટકા, સિમોન્ડ માર્શલ પાંચ ટકા ઊંચકાયા છે. એમફોર્જ પાંચ ટકા ગગડ્યો છે. ટીવીએસ હોલિંગ સવાચાર ટકા ખરડાઈ ૭૫૩૧ રહ્યો છે. ` જેફરીઝના બુલિશ વ્યુ પછી સિમેન્ટ્સ પ્રૉફિટ બુકિંગમાં, ભારત ઇલે. સુધર્યો પોલિકેબ ઇન્ડિયાના ટોપ મેનેજમેન્ટની ઓફિસ અને રહેઠાણ સહિત ૫૦ જગ્યાએ આવકવેરાના દરોડા પડતાં શૈર ૫૬૩૮ની ઇન્ટ્રા-ડે હાઇથી નીચામાં ૫૩૦૪ થઈ આઠ ગણા વોલ્યુમે ૪.૫ ટકા કે ર૫૫ રૂપિયા ખરડાઈ ૫૩૬૫ બંધ થયો છે. ભારત ઇલેક્ટ્રોનિક્સને ગોવા શિપયાર્ડ તથા ગાર્ડનરિચ શિપબિલ્ડરસ તરફથી કુલ ૨૬૭૩ કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા છે. આ સાથે કંપનીની ઓર્ડર બુક વધી આ વર્ષમાં ૨૫,૯૩૫ કરોડને વટાવી ગઈ છે. શૅર ઉપરમાં ૧૭૫ થઈ २.३ ટકા વધી ૧૭૪ હતો. જેફરીઝ હારા સિમેન્સેમાં ૪૫૨૦ની ટાર્ગેટ પ્રાઇસ વધારી ૫૦૦૦ રૂપિયા કરવા સાથે બુલિશ વ્યુ જારી થયો છે. શેર ઉપરમાં ૪૧૨૦ થયા બાદ પ્રોફિટ બુકિંગમાં નીચામાં ૩૯૩૩ બતાવી નજીવો ઘટી ૩૯૬૧ રહ્યો છે. ગોદાવરી પાવરના છત્તીસગઢ ખાતેના એકમને ક્ષમતા વિસ્તરણ માટે લીલી ઝંડી મળી છે..શૈર દોઢા કામકાજે ૭૧૮ની ઇન્ટ્રાડે હાઈ બાદ ૩ ટકા વધી ૭૦૮ હતો. આઇઆ ઇએફએલ ફાઈનેન્સ નરમાઈની હેટ-ટ્રિકમાં જંગી વોલ્યુમે ૫૫૧ની પાંચ માસની બોટમ બનાવી ૪ ટકા ઘટી ૫૭૧ થયો છે. ડિલિવરી પ્લેટફોર્મ શિપરોકેટને હાઈથી નીચામાં ૧૨૫ થઈ પોણો ટકો વધી १२८ બંધ રહ્યો છે. ઓલકાર્ગો લોજિસ્ટિક્સ તરફથી બિઝનેસ રીસટ્રકચર કરવાની યોજનાના ભાગરૂપ ઇન્ટરનેશનલ સપ્લાય ચેઈન ડિવિઝનને ડીમર્જ કરી અલગ કંપનીમાં ફે રેવવાનું વિચારાયું છે. ઓલકાર્ગો લોજિસ્ટિક્સનો શેર નવગણા વોલ્યુમે ઉપરમાં ૩૧૪ થઈ ૭.૭ ટકા ઊંચકાઈ ૩૦૭ હતો, જયારે ઓલકાર્ગો ગતિ લિ. ૧૮ ગણા વોલ્યુમે ૧૪૯ નજીકની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૧૧૭ થઈ ૧૨.૪ ટકા લથડી ૧૨૧ થયો છે. ઓલકાર્ગો ટર્મિનલ બે ટકા વધીને બાવન હતો. બામર લૉરી ટ્વિન્સ તગડા ઉછાળે નવી ટોચે, હોલ્ડિંગ કંપની ઝમકમાં જોવાઈ બેન્કિંગમાં વલણ ઢીલું હતું. બૅન્ક નિફ્ટી ૧૨માંથી બે શૈરના સુધારા વચ્ચે ૩૪૮ પોઇન્ટ કે પોણો ટકા ઘટ્યો છે. પીએસયુ બેન્ક નિફ્ટી ૧૨માંથી ૯ શૈરની નરમાઈમાં ૦.૯ ટકા ડાઉન હતો. બેન્કિંગ ક્ષેત્રના ૩૯માંથી ૧૨ શૈર પ્લસ હતા. જેકે બેન્ક ૩.૬ ટકા, કરૂર વૈશ્ય બેન્ક ૨.૧ ટકા, કર્ણાટકા બેન્ક ૨.૨ ટકા, ઉર્ષ બેન્ક અઢી ટકા, બેન્ક ઓફ ઇપ્ડિયા ૨.૨ ટંકા મજબૂત હતા. સ્ટેટ બેન્ક ૧.૧ ટકો ઘટી ૬૩૬ રહી છે. એચડીએફસી બેન્ક એકાદ ટકો ઘટી ૧૬૭૦ તો આઇસીઆઇસીઆઇ બેન્ક એક ટકો ઘટી ૯૯૩ હતી. સિટી યુનિયન બેન્ક, આરબીએલ બેન્ક, ડીસીબી બૅન્ક, સૂર્યોદય બેન્ક, સેન્ટ્રલ બૅન્ક, આ ઇઓબી, કેનરા બેન્ક, એક-દોઢ ટકા નરમ હતી. ફાઈનેન્સ ઇન્ડેક્સ ૧૪૧માંથી ૭૫ના સુધા રા વચ્ચે અડધો ટકો ઘટ્યો છે. એલઆઇસીને પચીસ ટકાના પ બ્લિક હોર્લિંગની ન્યુનતમ જરૂરિયાતમાંથી વન ટાઇમ મુક્તિ આપવામાં આવી છે. આના કારણે નજીકના ભવિષ્યમાં કોઈ ડાઇવેસ્ટમેન્ટ કે ફોલો ઓન ઓફર નહીં આવે. આની અસરમાં શેર ત્રણગણા કામકાજે ૮૨૦ ઉપર ૧૯ માસની ટૉપ બનાવી ૩.૭ ટકા ઊંચકાઈ ૭૯૩ બંધ રહ્યો છે. એનું માર્કેટ કૅપ ૫.૦૧ લાખ કરોડને વટાવી ગયું છે. સરકારનું ૫૯.૭ ટકા હોલ્ડિંગ ધરાવતી બામર લોરી ઇન્વેસ્ટમેન્ટ ૧૦ ગણા વૉંલ્યુમે ૫૪૧ની «તવી ટૉપ બનાવી ૧૨.૮ ટકાની તેજીમાં ૫ર૯ થઈ છે, જ્યારે બામર લોરી કંપની પાંચગણા વોલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૨૨૫ના શિખરે જઈ ત્યાં જ બંધ હતી. બીએફ ઇવ્વેસ્ટેમેન્ટ પ૭૫તી ઇન્ટ્રાડે હાઈ બાદ ૧૧.૫ ટકાના ઉછાળે ૫૭૨ હતો. રાણે હોલ્િંગ્સ ૯.૮ ટકા કે ૧૧૫ રૂપિયા, કલ્યાણી ઇન્‍્વેસ્ટમેન્ટસ ૯.૪ ટકા કે ૨૯૬ રૂપિયા અને માલવા સન્સ ઇન્વેસ્ટમેન્ટ ૮.૭ ટકા કે ૨૬૩ રૂપિયાની તેજીમાં બંધ થયા છે. પિરામલ એન્ટર ૩.૭ ટકા પ્લસ હતો સામે સાટિન ક્રેડિટ ૪.૮ ટકા, એડલવીસ ૩.૪ ટકા, આઇઆઇએફએલ ચાર ટકા, અરમાન ફાઇ. ડતા. એમસીએક્સ બે ટકા ઘટી બીએસઈ લિમિટેડ અડધો ટકો તો.