આ સમાહે ૧૪ લિસ્ટિંગ સાથે આઈપીઓ મ્ડીબજારમાં પ્રવેશશે કેલેન્ડર વર્ષ ૨૦૨૩ના અંતિમ સમાહમાં પ્રાથમિક બજાર વ્યસ્ત રહેશે, જ્યારે તહેવારોની સીઝનને કારણે સેકેન્ડરી બજારોમાં વોલ્યૂમ નીચું રહેવાની શક્યતા છે. મેઈનબોર્ડ પર કોઈ નવો આઈપીઓ સમાહ દરમિયાન આવવાનો નથી પરંતુ તમામની નજર એસએમઈ સેગમેન્ટ પર રહેવાની છે. આ બંને સેગમેન્ટમાં કુલ ૧૪ કંપનીઓ શેરબજારોમાં તેની કામગીરી શરૂ કરવાની છે. આઈપીઓ અને લિસ્ટિંગમાં તમામની નજર મેઈનબોર્ડ સેગમેન્ટમાં આવતા સપ્તાહમાં નિર્ધારિત આઠ લિસ્ટિંગ પર રહેશે, જો કે, એસએમઈ સેગમેન્ટમાં વધુ કાર્યવાહી થશે. ઉહ્લેખનીય છે કે, ૨૫ ડિસેમ્બરે નાતાલના તડેવારને કારણે બજારો બંધ રહ્યા હતા. ૨૬ ડિસેમ્બર સપ્ાહનો પ્રથમ કાર્યકારી દિવસ રહેશે. આ દિવસે મેઈનબોર્ડ સેગમેન્ટની ત્રણ કંપનીઓ મોતીસન્સ જ્વેલર્સ, મુથુટ માઈક્રોફીન અને સુરજ એસ્ટેટ ડેવલપર્સ લિસ્ટેડ થવાની છે અને એસએમઈ સેગમેન્ટની સહારા મેરિટાઈન લિસ્ટેડ થશે. આ જયપુર સ્થિત સોનાના ઘરેમા બનાવતી મોતીસન્્સ જ્વેલર્સની લિસ્ટિંગ બ્લોકબસ્ટર રહેવાની શક્યતા છે. વિશ્લેષકોએ જણાવ્ં હતું કે, કંપનીનો શેર બજારમાં તેની ઈસ્યૂ પ્રાઈસ પપથી ૧૦૦ ટકા કરતા વધુ પ્રિમિયમ સાથે લિસ્ટેડ થવાનો છે. મોતીસન્સનો આઈપીઓ ગ્રો માર્કેટમાં ૧૫૧ ગણો ભરાયો હતો. આ દરમિયાન કોચી સ્થિત મુખ્યમથક ધરાવતી મેક્રોફાયનાન્સ સંસ્થા મુથુટ માઈક્રોફિન અને મુંબઈ સ્થિત રિયલ એસ્ટેટ કંપની સુરજ એસ્ટેટ ડેવલપર્સ પણ બે આંકડાના પ્રિમિયમની સાથે લિસ્ટેડ થાય એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. મુથુટ માઈક્રોફિનનો આઈપીઓ ૧૧.૫૨ ગણો ભરાયો હતો અને સુરજ એસ્ટેટ ડેવલપર્સનો આઈપીઓ ૧૮થી ૨૦ડિસેમ્બર દરમિયાન ૧૫.૬૫ ગણો ભરાયો હતો. ૨૭ ડિસેમ્બર પણ વધુ વ્યસ્ત દિવસ રહેવાનો છે. આ દિવસે હેપ્પી ફોર્જિંગ્સ, આરબીઝેડ જ્વેલર્સ અને કેડો બ્રાન્ડસ માર્કેટિંગ જેવા ત્રણ કંપનીઓ શેર બજારના મેઈનબોર્ડ સેગમેન્ટમાં તેમની શરૂ આત કરવા માટે જઈ રહી છે. જ્યારે એસએમઈ સેગમેન્ટમાં. શાંતી સ્પિનટેક્સ અને ઈલેક્ટ્રો ફોર્જ આ બે કંપનીઓ લિસ્ટેડ થવાની છે.