A hat-trick of slow market corrections, new tops issued in healthcare and pharma, almost all sectoral plus except IT

Wednesday 27th December, 2023

Article Details
  • View Image
  • View PDF
  • View Text

ધીમી રાહે બજારમાં રાધારાની ઠેટ-ટ્રિક, હેલ્થકેર અનેફાર્મામાં નવી ટોપ જારી, આઇટી સિવાય લગભગ તમામ સેક્ટોરલપ્લરા ભારત બિજલી ૫૬૩ રૂપિયાની તેજીમાં નવા શિખરે, બોમ્બે બમમાં બે આંકડાનો ઉછાળો :માઝગાવડૉક, કોચીન શિપયાર્ડઅને ગાર્ડન રિય ઝમકમાં, બજાજ ટ્વિન્સમાં નરમાઈ :થાણેની નેટવર્ક પીપલ સર્વિસિસ વર્ષમાં ૯૮ રૂપિયા ઉપરથી ઊછળીને ૨૨૧૬ની વિક્રમી સપાટીએ : ઓર્ડર બુકમાં વધારો ચાલુ રહેતાં ભારત ઇલે.માં નવા શિખરની હારમાળા : નવા લિરટેડ ૪ શેરમાં મોતીસનસ જ્વેલર્સ સિવાય સઘળે નિરાશા, આજેપાંચ નવાં લિસ્ટિંગપર નજર : ઇન્ડિયન શેલ્ટરમાં નવું બોટમ, એલઆઇસી ઘટીને બંધ 111111 || || માર્કેટ ખા છ અનિલ પટેલ સેન્સેકસ આગલા બંધથી નરમ, ૭૧,૦૯૮ ખૂલી મંગળવારે ૨૩૦ પોઇન્ટની આગેકૃચમાં ૭૧,૩૩૭ તથા નિફ્ટી ૯૨ પૉઇન્ટ વધીને ૨૧,૪૪૧ બંધ રહ્યો છે. પ્રારેભિક પીછેહઠમાં શૈર આંક નીચામાં ૭૧,૦૧૨ થયા પછી શાર્પ બાઉન્સબૅકમાં ૭૧,૪૭૧ની ઇન્ટ્રા-ડ ટોચે ગયો હતો. દિવસનો મોટો ભાગ પોઝિટિવ ઝોનમાં રહેલા બજારનાં લગભગ તમામ ઇન્ડાઇસિસ વધીને બંધ થયાં છે. હેલ્થકૅર ઇન્ડેક્સ અને નિફ્ટી કાર્મા નવા શિખરની આગેકૂચ સાથે એક-એક ટકાથી વધુ પ્લસમાં હતા. ઓઇલગેસ, એનર્જી, પાવર, યુટિલિટીઝ બેન્ચમાર્ક સવાથી દોઢ ટકો મજબૂત હતા. મેટલ તેમ જ ઓટો ઇન્ડેક્સ એકાદ ટકા નજીક સુધર્યા હતા. કેપિટલ ગુડ્સ પોણા ટકાથી વધુ તો એફએમસીજી આંક પોણા ટકા નજીક અપ હતો. આઇટી ઇન્ડેક્સ અડધો ટકો કટ થયો છે. નિફ્ટી મીડિયા અને પીએસયુ બૅન્ક નહીંવત ઢીલા હતા. રોકડું અને બ્રોડર માર્કેટ અડધાપોણા ટકાની રેન્જમાં વધ્યું છે. પ્રમાણમાં સ્ટ્રોન્ગ માર્ક બ્રેડથમાં એનએસઈ ખાતે વધેલા ૧૨૮૦ શૈરની સામે ૮૮૯ કાઉન્ટર ઘટ્યાં છે. એશિયા ખાતે હોન્ગકોન્ગ અને ઇન્ડોનેશિયા રજામાં હતાં. ચાઈના પોણા ટકા નજીક અને સિંગાપોર નામજોગ નરમ હતું. જ્યારે તાઈવાન પોણો ટકો, થાઇલેન્ડ સાધારણ, સાઉથ કોરિયા અને જપાન નજીવા પ્લસ હતા. યુરોપ નાતાલની રજામાં છે. પાકિસ્તાની શૈરબજાર ૬૧,૭૦૫ના આગલા બંધ સામે ગઈ કાલે એક વધુ ધબડકામાં ૫૯,૦૨૭ની અંદર જઈ ૪.૧ ટકા કે ૨૫૫૦ પોઈન્ટ તૂટી ૫૯,૧૫૪ દેખાયું છે. બ્રેન્ટ ફૂડ ૭૯ ડોલર અને નાયમેક્સ ફૂડ ૭૩.૫૦ ડૉલરની ઉપર ટકેલા હતા. હાજર ગોલ્ડ અડધા ટકાના સુધારામાં ૨૦૬૩ અને કોમેક્સ ગોલ્ડ ૨૦૭૪ ઉપર ચાલતું હતું. ઇન્ડસ્ટ્રિયલ મેટલ વાયદામાં એલ્યુમિનિયમ સાડાત્રણ ટકા તથા ઝિન્ક અઢી ટકા મજબૂત હતા. વિશ્વબજારમાં આયર્ન ઓર ૧૪૦ ડોલરને વટાવી ગઈ છે, જે જૂન ૨૦૨૨ પછીની ટૉપ છે. એફએમસીજીમાં હેરિટેજ ફૂડ્સ ૩૦૬ના શિખરે જઈને ૧૨ ટકા ઊછળી ૩૦૩ થઈ છે. એન્ડ્યેલ સાડાઆઠ ટકા વધીને ૩૮ નજીક સરકી છે. કેન્દ્ર સરકારની હિન્દુસ્તાન ઓર્ગેનિક્સ ૪૩ની ઉપર નવી ટોપ બનાવી ૧૭.૧ ટકાની તેજીમાં ૪૩ નજીક બંધ થઈ છે. વોલ્યુમ નવ ગણું હતું. હેલ્થકેરમાં થેમિસ મેડીકેર ૧૨ ગણા કામકાજમાં ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ર૧૯ «જીક નવા બેસ્ટ લેવલે ગઈ છે. સિન્ડ્રોમ ફો્મ્યુલેશન્સ પણ ૨૦ ટકાના ઉછાળે ૧૪ની ઉપર નવી ઊંચી સપાટીએ બંધ હતી. એનર્જમાં કેસ્ટ્રોલનો દબદબો હતો. હિન્દુ. એરોનોટિક્સ ૪.૪ ટકા કે ૧૧૯ રૂપિયાની મજબૂતીમાં ૨૮૨૨ રહી હતી. હિન્દુ, પેટ્રોલિયમ ચારે ટકા તથા ઇન્િયા ઓઇલ સાડાત્રણ ટકા ફ્લેર-અપ થયા છે. તાજેતરમાં લિસ્ટેડ ઈન્ડિયા શેલ્ટર પરપના તળિયે જઈ પોણાચાર ટકા ગગડી ૫૨૯ બંધ આવી છે. નિફ્ટી ખાતે ડિવીઝ લૅબ ઝળક્યો, હીરો મોટોકૉર્પ નવા બેસ્ટ લેવલે સેન્સેક્સના ૩૦માંથી ર૪ અને નિફ્ટીના પ૦માંથી ૪૧ કાઉન્ટર્સ ગઈ કાલે પ્લસ હતાં. અન્ટીપીસી અઢી ટકા નજીક, મહિન્દ્ર ૧.૭ ટકા, વિપ્રો ૧.૬ ટકા, કોટક બૅન્ક ૧.૪ ટકા, તાતા સ્ટીલ અને એશિયન પેઇન્ટ્સ સવા ટકો, ભારતી એરટેલ ૧.૨ ટકા, ટાઇટન એક ટકો સેન્સેક્સ ખાતે અપ હતા. નિફ્ટી ખાતે ડિવીઝ લેબ સાડાચાર ટકા કે ૧૬૮ના ઉછાળે ૪૯૬૩ બંધ આપી મોખરે હતો. હીરો મોટોકોપ ૪૦૭૯ની ઓલટાઇમ હાઈ બતાવી ૩.૪ ટકા કે ૧૪૩ી તેજીમાં ૪૦૬૭ વટાવી ગયો છે. અદાણી એન્ટર બે ટકા, ઓઅનજીસી ૧.૭ ટકા, અપોલો હોસ્પિટલ્સ ૧.૭ ટકા, ઢિન્દાલ્કો ૧.૬ ટકા, તાતા કન્ઝ્યુમર દોઢ ટકો, બજાજ ઓટો દોઢ ટકો, બ્રિટાનિયા ૧.૪ ટકા, ગ્રાસીમ અને ભારત પેટ્રોલિયમ ૧.૧ ટકા વધ્યા હતા. રિલાયન્સ અડધા ટકાના સુધારામાં ૨૫૭૭ થયો છે. અદાણી ગ્રુપ ખાતે અન્ય શેરમાં અદાણી એનર્જી સવા ટકો, અદાણી ગ્રીન સવાચાર ટકા, એસીસી ૧.૪ ટકા પ્લસ હતા. સાંધી ઈન્ડ. ત્રણેક ટકા, અદાણી વિલ્મર અને અદાણી ટોટલ અડધા ટકાની આસપાસ તો એનડીટીવી નહીંવત નરમ હતા. રોકડામાં ઇન્ટરનેશનલ કોમ્બ્યુઝન, બ્રેડી એન્ડ મોરિસ એન્જિનિયરિંગ, ગેલન્ટ ઈસ્પાત, બ્રુક્સ લેબોરેટરીઝ ૨૦-૨૦ ટકાની તેજીની સર્કિટમાં નવા શિખરે બંધ હતા. સીએલઅંસઅના બુલિશ વ્યુમાં ૨૦ ટકાની તેજીમાં જેકુમાર ઇનફ ઓલટાઇમ હાઈ થઈ "એ' ગ્રુપ ખાતે બેસ્ટ ગેઇનર બન્યો છે. ભારત બિજલી ૫૬૬ રૂપિયા કે ૧૪ ટકા ઊછળી ૪૬૩૦, એમઅસટીસી ૧૩.૫ ટકાની તેજીમાં ૬૪૪, કેસ્ટ્રોલ ઇન્ડિયા ૧૨ ટકાની છલાંગમાં ૧૮૨, એનએલસી ઇન્ડિયા ૧૧.૯ ટકા ઊંચકાઈ ૨૫૧ નજીકની નવી વિક્રમી સપાટીએ બંધ થયા છે. આલ્કલી એમાઇન્સ ૧૧.૪ ટકા કે ૨૬૨ના ઉછાળે ૨૫૬૭ વટાવી ગયો છે. બોમ્બે બર્મા સાડાદસ ટકા કે ૧૩૮ રૂપિયાની મજબૂતીમાં ૧૪૬૮ હતો. એસ્ટ્રા ઝેનેકા ૫૭૪૦ની નવી ટૉપ હાંસલ કરીને પોણાપાંચ ટકા કે ૨૬૧ની આગેકૂચમાં ૫૬૦૭ થયો છે. વિપ્રો નવા શિખરે, સાસ્કેન તેજીમાં, આરબીએલ બેન્કને રિઝર્વ બૅન્ક નડી બેન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શેરના સુધારા વચ્ચે માંડ અડધો ટકો કે ૨ ૩૩ પોઇન્ટ જ વધી શક્યો છે. જ્યારે પીએસયુ બેન્ક નિફ્ટી ૧૨માંથી ૭ શૈરની પીછેહઠમાં નહીંવત ઘટ્યો છે. બેન્કિંગના ૩૯માંથી ૧૮ શૈર પ્લસ હતા. પંજાબ સિંધ બેન્ક, કોટક બેન્ક, સિટી યુનિયન બેન્ક અને ઉત્કર્પ બેન્ક એકથી દોઢ ટકો વધ્યા હતા. સામે ઉજ્જીવન બૅન્ક, કરૂર વૈશ્ય બેન્ક, જેકે બેન્ક, સાઉથ ઇન્ડિયન બૅન્ક, બેન્ક ઓફ ઈન્ડિયા એકથી લગભગ સવાબે ટકા કટ થયા હતા. આરબીએલ બૅન્ક સાથેના ટાઇ અપમાં બજાજ ફાઈનેન્સના કો-બ્રૅનેડ કેડિટ કાર્ડ્સને રિઝર્વ બેન્કે માત્ર એક જ વર્ષનું એકસ્ટેન્શન આપતાં આરબીએલ બેન્ક બમણા કામકાજ ૪.૪ ટકા ગગડી ૨૬૧ની અંદર તો બજાજ ફાઈનેન્સ પોણાબે ટકા ખરડાઈ ૭૧૬૩ બંધ હતી. બજાજ ફીનસર્વ પણ દોઢ ટકા નજીક નરમ રહી છે. ફાઈનેન્સ ઇન્ડેક્સ ૧૪૧માંથી ૮૦ શેરના ઘટાડા વચ્ચે સામાન્‍ય સુધરીને બંધ રહ્યો છે. ફાઈવ પૈસા કેપિટલ ૫૫૧ની ટોચે જઈ આઠ ટકા ઊછળી ૫૪૩, આઇઆઈએફએલ સિક્યો ૧૪૯ના શિખર બાદ સાત ટકાના જમ્પમાં ૧૪૭ અને ઉત્તમ ઇન્વે. પાંચ ટકાની ઉપલી સર્કિટે ૮૬૫ બંધ હતી. સીએલએસએના અગ્રેસિવ બુલિશ વ્યુમાં જે. કુમાર ઇનફ ૨૦ ટકાની તેજીમાં મુંબઈ મેટ્રો રેલ નેટવર્ક પ્રોજેક્ટ સાથે સંકળાયેલી જે. કુમાર ઇન્ફ્રા પ્રોજેક્ટ્સમાં વિદેશી બ્રોકરેજ હાઉસ સીએલઅએસએ તરફથી ૭૨૦ની અગ્રેસિવ ટાર્ગેટ પ્રાઇસ સાથે બુલિશ વ્યુ જારી થતાં શૅર ગઈ કાલે ૪ ગણાથી વધુના કામકાજે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૫૯૩ના બેસ્ટ લેવલે જઈ ત્યાં જ બંધ રહ્યો છે. સરકારી ભારત ઇલેક્ટ્રોનિક્સને નવા ઓડર મળવાનો સિલસિલો જારી છે. છેલ્લે ઉત્તર પ્રદેશ રાજય સરકાર મારફત ૪૪૫ કરોડનો કોન્ટ્રેક્ટ મળ્યો છે. શૈર ૧૮૪ ઉપર નવી વિક્રમી સપાટી બતાવી ૪.૪ ટકાની આગેકૂચમાં ૧૮૨ થયો છે. વોલ્યુમ ત્રણ ગણું હતું. એશિયન ગ્રેનિટો દવારા પૂર્ણ માલિકીની સબસિડિયરી મારફત સેનિટરીવેર પ્રોડક્ટ્સનું વેપારી ધોરણે ઉત્પાદન શરૂ થયાની જાહેરાતે શૅર પાંચ ગણા વોલ્યુમે ઉપરમાં ૭૯ નજીક જઈ ૯.૮ ટકા ઊછળી ૭૮ બંધ થયો છે. મુંબઈના થાણે ખાતેની નેટવર્ક પિપલ સર્વિસિસ ટેક્નોલોજીઝ પરિણામ અને મેઇડન બોનસ માટેની બોડ મીટિંગ પૂર્વ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૨૩૧૬ની વિક્રમી સપાટીએ ગઈ છે. કંપની જુલાઈ ૨૦૨૧ની આખરમાં ૧૦ના શેરદીઠ ૮૦ની અપરબેન્ડ સાથે ૧૩૭૦ લાખ રૂપિયાનો અનએસઈ એસએમઈ આઇપીઓ લાવી હતી. ૨૦૨૧ની ૧૦ ઓગસ્ટે લિસ્ટિંગમાં ભાવ ઉપરમાં ૮૪ થઈ છેલ્લે ૮૦ નીચે બંધ હતો. ત્યાર બાદ શેર નીચામાં અક તબક્કે ૪૯ના ઓલટાઇમ તળિયે ગયો હતો ત્યાંથી ક્રમશઃ સુધરતો રહી વર્ષ પૂર્વ ૯૮ થયો હતો અને એ પછી મારફાડ તેજી કામે લાગી છે, જે ઓપરેટસની સામેલગીરી વિના શક્ય નથી. અન્યથા શેરનો ભાવ એક વર્ષમાં ૧૯૫૦ ટકા વધી જાય એવું તો કંપનીમાં કાંઈ જ નથી. માઝગાવ ડોક સવાત્રણ ગણા કામકાજ ઉપરમાં ૨૩૩૨ વટાવી આઠ ટકા કે ૧૭૦ રૂપિયાના જમ્પમાં ૨૨૯૦ હતો. કોચીન શિપયાર્ડ સાડાત્રણ ગણા વોલ્યુમે ૧૩૯૦ની નવી ટોપ હાંસલ કરીને પ.૪ ટકાની મજબૂતીમાં ૧૩૭૨ તો ગાડન રિચ બમણા વૉલ્યુમે ઉપરમાં ૮૮૫ નજીક જઈ ૬ ટકા ઊંચકાઈને ૮૬૯ વટાવી ગયો છે. મોતીસન્સમાં ૮૫ ટકાનો લિસ્ટિંગ ગેઇન, સૂરજ એસ્ટેટ અને મુથૂટ માઇક્રો લૉસમાં જયપુરની મોતીસન્‍સ જ્વેલર્સ ૧૦ના શેરદીઠ પપની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટના ૭૦ના પ્રીમિયમ સામે મંગળવારે ૧૦૪ ખૂલી ઉપરમાં ૧૧૦ નજીક જઈ પ ટકાની નીચલી સર્કિટમાં ૧૦૪ની અંદર જઈ ૧૦૨ બંધ રહેતાં અત્રે ૮૫ ટકા કે શેરદીઠ ૪૭ રૂપિયાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. સૂરજ એસ્ટેટ ડેવલપર્સ પના શૈરદીઠ ૩૬૦ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કટના ૧૫ના પ્રીમિયમની સામે ડિસ્કાઉન્ટમાં ૩૪૪ નીચે ખૂલી ઉપરમાં ૩૫૪ અને નીચામાં ૩૨૪ બતાવી ૩૩૪ બંધ થતાં અહીં ૭.૨ ટકાની લિસ્ટિંગ લૉસ ગઈ છે. મુથૂટ માઇકોકીન ૧૦ના શેરદીઠ ૨૯૧ની ઇશ્યુ પ્રાઇસ તયા ગ્રે માર્કેટના ૨૭ના પ્રીમિયમ સામે ડિસ્કાઉન્ટમાં ૨૭૮ ખૂલીને ઉપરમાં ૨૮૧ નજીક તથા નીચામાં ર૬૫ થઈ ૮.૬ ટકાની લિસ્ટિંગ લૉસમાં ૨૬૬ બંધ થયો છે. બુધવારે કુલ પાંચ આઇપીઓના લિસ્ટિંગ થવાની શક્યતા છે, જેમાં શેરદીઠ ૮૫૦ની ઇશ્યુ પ્રાઇસવાળી હેપ્પી ફોર્જિંગ્સમાં હાલ ૨૩૫નું, મુકતી જિન્સ ફેમ કીડો બ્રૅન્ડ માર્કેટિંગમાં ૨૮૦ની ઇશ્યુ પ્રાઇસ સામે ૮૦નું તથા શાંતિ સ્પીનટેક્સમાં ૭૦ની ઇશ્યુ પ્રાઇસ સામે ૧૫નું ગ્રે માર્કેટમાં પ્રીમિયમ બોલાય છે. આરબીઝેડ જવેલસ તથા ઇલેક્ટ્રો ફોસ ઇન્ડિયામાં કોઈ સોદા નથી. શેરદીઠ પર૪ની ઇશ્યુ પ્રાઇસવાળો આઝાદ એજ્જિનિયરિંગ ગુરુવારે લિસ્ટિંગમાં જે. ગ્રે માર્કેટમાં ૩૦૫ વાળું પ્રીમિયમ ઘટી હાલમાં ૨૯૦ જેવું છે. દરમ્યાન નવી મુંબઈની ઈનોવા કેપટેબનો ૧૦ના શેરદીઠ ૪૪૮ની અપરે બેન્ડ સાથે ૫૭૦ કરોડનો મેઇન બોર્ડનો ઇશ્યુ મંગળવારે આખરી દિવસે કુલ ૫૬.૩ ગણા રિસ્પોન્સ સાથે પૂરો થયો છે. પ્રે માર્કેટનું પ્રીમિયમ ઉપરમાં ૨૧૧ થયા પછી ઘસાતું રહી હાલમાં ૧૨૧ ઉપર આવી ગયું છે.